ActionFraud - National Fraud & Cyber Crime Reporting Centre - Call 0300 123 2040

Gujerati

Gujerati 

થયેલી કોઈ પણ છેતરપિંડી વિશે એક્શન ફ્રોડને જાણવા દો

જો તમે કોઈ છેતરપિંડીના ભોગ બન્યા હો, તો તમે યુનાઇટેડ કિંગડમમાં છેતરપિંડીની જાણ કરવાનું કેન્દ્ર - ‘એક્શન ફ્રોડ’ને જણાવી શકો છો. જો તમે યુકેમાં હો, જો છેતરપિંડી યુકેમાં થઈ હોય અથવા છેતરપિંડી યુકે સાથે સંકળાયેલી હોય અને ઓનલાઇન થઈ હોય, તો તમે આવી કોઈ પણ છેતરપિંડીને ‘એક્શન ફ્રોડ’માં નોંધાવી શકો છો.

જો તમે અંગ્રેજી ન બોલતા હો, અથવા જો અંગ્રેજી તમારી માતૃભાષા ના હોય, તો અમારી પાસે એવી સેવા ઉપલબ્ધ છે જે તમારી પોતાની ભાષામાં છેતરપિંડી વિશે અમને જણાવવાની તક તમને પૂરી પાડે છે.

  • ફોનઃ +44 300 123 2040.
  • અંગ્રેજી બોલતી કોઈ વ્યક્તિ તમારા ફોનનો જવાબ આપશે. તમારે તે વ્યક્તિને તમે બોલતા હો તે ભાષા જણાવવાની જરૂર પડશે.
  • તમને ત્યાર પછી ભાષાંતરકર્તાને ફોન કરાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવશે. આમાં થોડીક મિનિટનો સમય લાગી શકે છે, તેથી કૃપા કરીને ફોન મૂકશો નહીં. જો અમારી પાસે ભાષાંતરકર્તા તાત્કાલિક ઉપલબ્ધ ના થાય, તો તમને તમારો ફોન નંબર જણાવવાનું કહેવામાં આવશે અને જ્યારે ભાષાંતરકર્તા ઉપલબ્ધ થાય ત્યારે કોઈ વ્યક્તિ તમને વળતો ફોન કરશે.
  • ભાષાંતરકર્તા તમારી સાથે વાત કરે, ત્યારે તમારો છેતરપિંડીનો અહેવાલ તૈયાર કરવાના હેતુસર તે/તેણી તમને થોડાક પ્રશ્નો પૂછશે. ખાતરી કરો કે ફોન પર વાતચીત કરતી વખતે તમે છેતરપિંડીના સંબંધમાં તમારી પાસે રહેલા કોઈ કાગળો હાથવગા રાખો છો જેથી કરીને તમે બધા પ્રશ્નોના જવાબ આપવામાં સક્ષમ રહો.

ફોન લાઇનો આ સમયે કાર્યરત હોય છેઃ
સોમવાર – શુક્રવારઃ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી

ફોનઃ +44 300 123 2040.
ટેક્ષ્ટફોનઃ +44 300 123 2050.

Related articles